<

લેંગ લાઈબ્રેરી માં એક દિવસીય “વિવિધા” પરિસંવાદ યોજાયો

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય “વિવિધા” રાષ્ટ્રીય પરિસંવાદ 7 ફેબ્રુઆરી 2021 ના રોજ ગ્રંથાલય પરિસરમાં યોજાયો હતો. જેમાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન અતિથિ વિશેષ રાજા રામમોહનરાય ફાઉન્ડેશનના શ્રી એ. પી. સિંઘ તથા અતિથિ વિશેષ વક્તાઓ અને સંસ્થાના હોદ્દેદારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ ઉપસ્થિત રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના શ્રી એ. પી. સિંઘ સાહેબ પોતાના વક્તવ્યમાં ડિજિટલ યુગના પડકારો સાથે પુસ્તકાલયની પ્રવૃત્તિઓને જીવંત રાખવાની કામગીરી આજના પુસ્તકાલય કરી રહ્યા છે ત્યારે પુસ્તકાલય ક્ષેત્રે અવનવા પરિવર્તનો જણાવી રાજા રામમોહનરરાય લાઈબ્રેરી ફાઉન્ડેશનની પુસ્તક પ્રેરક પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓનો વિગતે પરિચય આપી લેંગ લાઈબ્રેરીના કાર્યની પ્રશંસનીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પરિસંવાદના ઉપક્રમે અલગ અલગ વિષય પર વક્તા શ્રી વસંતભાઈ ગઢવી, શ્રી વિરલરાચ્છ, શ્રી ભગીરથસિંહ જાડેજા અને ડૉ શીતલ ટાંકના વક્તવ્યનું આયોજન કરવામાં આવેલું હતું. આ સમગ્ર કાર્યક્રમને લેંગ લાઇબ્રેરીના ફેસબુક પેઈજ તથા YouTube ચેનલ દ્વારા ઓનલાઇન પ્રસારિત કરવામાં આવ્યો હતો.

લેંગ લાઈબ્રેરી માં આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત વક્તા અને એમ. જે. કુંડલીયા કોલેજના અધ્યાપક ડૉ મનીષ રાવલ એ “માતા :બાળકનું સૌપ્રથમ વિશ્વ વિદ્યાલય” વિષય અંતર્ગત મનનીય પ્રવચન આપ્યું હતું. જેમાં તેઓ એ સ્ત્રીઓના વિવિધ સ્વરૂપોમાં માતાની વિશિષ્ટ ભૂમિકાઓ અલગ અલગ જવાબદારીઓ જણાવી માતાને બાળકનું સૌપ્રથમ વિશ્વ વિદ્યાલય ગણાવ્યું હતું. સમાજમાં સ્ત્રીના સ્થાન અને દરજ્જામાં આવેલા પરિવર્તનો સાથે બાળકના જીવન ઘડતરમાં માતાની અલાયદી વિશિષ્ટ ભૂમિકા સાથે જીવનની સાચી કેળવણી આપી માતા વિશ્વાસનો શ્વાસ બની રહે છે. માતા પરિવારનું તાલીમ કેન્દ્ર બની પ્રેરક, પ્રોત્સાહક, પથદર્શક અને સહનશીલતાની મૂર્તિ બની સો શિક્ષકની ગરજ સારે છે. બાળકને પગભર, આત્મનિર્ભર તેમજ પ્રતીકુળ પરિસ્થિતિમાં અડગ લડતા શીખવી શુભચિંતક બની જીવન ચેતનાનું કેન્દ્રબિંદુ એક માત્ર માતા બની રહે છે.

લેંગ બાલ પુસ્તકાલય માં બાળકો માટે વેશ ભૂષા સ્પર્ધા

લેંગ બાળ પુસ્તકાલય દ્રારા તા. ૦૩/૦૮/૨૦૧૯ નાં રોજ ૩ થી ૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શાળાઓના ૧૦૭ બાળકોએ આ સ્પર્ધામાં શિવાજી, ઝાંસીની રાણી, સ્વામી વિવેકાનંદ, ભગવાન કૃષ્ણ, વનદેવી, વોટસએપ, સિગારેટ, શિક્ષિકા, ડોક્ટર જેવા પાત્રોનાં વેશ પહેરી અનુરૂપ વાક્યો ઉચ્ચારી આ સ્પર્ધાને રોચક બનાવવામાં સફળ રહ્યા હતા. કાર્યકમના અંતે વિજેતા બાળકોને ઇનામ તથા ભાગ લેનાર સૌ ને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

ડોક્ટર શરદ ઠાકર નું વ્યાખ્યાન

રાજકોટના લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે તારીખ 12 ઓક્ટોબર 2019 ના રોજ જાણીતા લેખક અને વક્તા ડોક્ટર શરદ ઠાકરનું વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે પોતાની ખૂબ જ લોકપ્રિય બનેલી નવલકથા “શ્વાસ-વિશ્વાસ” વિશે વક્તવ્ય આપતા ડોક્ટર શરદ ઠાકરે 1999 માં બનેલી સત્ય ઘટનાને આધારે બનેલી કૃતિ તથા બીજા તથા સર્જન પ્રક્રિયા વિશે વિગતે વાત કરી હતી. વ્યાખ્યાનના બનેલી સત્ય ઘટનાને આધારે બનેલી કૃતિ તથા બીજ તથા સર્જન પ્રક્રિયા વિશે વિગતે વાત કરી હતી વ્યાખ્યાનના અંતે પ્રશ્નોત્તરી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત શ્રોતાઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા.

ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

લેંગ લાઇબ્રેરી દ્રારા તારીખ 14/11/2019 સુધી ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સમય દરમ્યાન વિવિધ વિષયોના પુસ્તકોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાળ પુસ્તકો, ગાંધી સાહિત્ય, તત્વજ્ઞાન, નવલકથા, સ્વવિકાસ, મહિલાને લગતા પુસ્તકો અને જીવન ચરિત્ર-ઇતિહાસ-પ્રવાસવર્ણન સંદર્ભ સાહિત્ય જેવા પુસ્તકોના પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો પુસ્તક પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા લાઈબ્રેરીનો શુભારંભ

તારીખ 8/3/2020 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લેંગ લાઇબ્રેરી દ્વારા રાજકોટના કલેટર મહીદયા રેમ્યા મોહનના હસ્તે લેંગ મહિલા પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંજે રાજકોટના પ્રધ્યાપક અને વક્તા ડો મનીષભાઈ રાવલ નું “LOVE YOUR SELF” વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન

સાહિત્ય અકાદમી દિલ્હી અને રાજકોટની લેંગ લાઇબ્રેરીના ઉપક્રમે તારીખ ૧૫/૦૯/૨૦૧૮ ના રોજ લેંગ લાઈબ્રેરી ખાતે સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં જાણીતા સાહિત્યકાર શ્રી ધીરેન્દ્ર મહેતા સાથે સંવાદ યોજાયો હતો. જેમાં ડો શ્રી ધીરેન્દ્ર મહેતા એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સર્જનની પ્રક્રિયા રહસ્યમય સાહિત્ય કૃતિમાં સર્જકતા જ સર્વોચ્ચ બને છે. તેમણે પોતાની અનેક કાવ્ય કૃતિઓ, વાર્તાઓ અને નવલકથાઓના ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે અનુભવમાં મૂકવાનું બન્યું હોય ત્યારે કૃતિ બને એવું નથી હોતું.