“શ્રાવણ અને સ્વર્ણીમોતસ્વ ભળે અને જે નાદ જન્મે તેના પ્રાચીન પણ હોય અને અર્વાચીન પણ. આજે સ્વતંત્ર દિન ની પૂર્વ- પ્રભા-સંધ્યાએ અનોખું અનુસંધાન રચાયું. લેંગ લાઇબ્રેરી આમ તો લોંગ આયુષ્ય વાળી અને Language-ભાષાના વૈભવથી સુશોભિત છે. સૌ સંચાલકોને અભિનંદન.”
શ્રી ભાગ્યેશ જહા
૧૪/૦૮/૨૦૦૮
“લેંગ લાઇબ્રેરીની આજરોજ લીધેલી મુલાકાતથી ખૂબ આનંદ થયો. 150 વર્ષનું આયુષ્ય ધરાવતું પુસ્તકાલય ખૂબ જ સમૃધ્ધ પ્રત્યેક વિષયોના પ્રાચીન આધુનિક પુસ્તકોની સાથે રેર બુક્સ પણ સુંદર રીતે જળવાયેલ છે. પુસ્તકાલય પુસ્તક મેળા જેવા કાર્યક્રમો યોજી સર્જક-વાચક વચ્ચે સેતુબંધનું પ્રશસ્તનીય કાર્ય બજાવે છે. હાર્દિક શુભેચ્છા.”
શ્રી પ્રિયકાન્ત પરીખ
૨૦/૦૨/૨૦૦૮
“આજરોજ લેંગ લાઇબ્રેરીની મુલાકાત લેતા ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. ગ્રંથ પુસ્તકો સાચી મૂડી છે તેની જાળવણી ખૂબ જ મહત્વની છે. તેથી લેંગ લાઇબ્રેરી ખૂબ જ મહત્વની સુંદર કામગીરી કરી રહી છે. સંશોધન-વાંચન માટે હજુ મહત્વની ભૂમિકા લાઇબ્રેરી ભજવે, વાચકો વધે, સભ્યો લબ્રેરીનો ખૂબ લાભ લે તેવી અપેક્ષા.”
શ્રી વિજયભાઈ રૂપાણી
૧૪/૧૧/૨૦૦૮
“અમને બંને મિત્રોને લેંગ લાઈબ્રેરી જેવી પ્રતિષ્ઠિત લાઈબ્રેરી માં વાંચકો સાથે એક સાંજ ગાળવાની થઈ એ અમારા જીવનનું નયની સંભારણું બની રહેશે.”
શ્રી વિનોદ ભટ્
૨૭/૦૯/૨૦૧૪
“ગ્રંથાલય- વાંગ્મય- શબ્દમય-દેવાલય છે. પ્રસન્નતા અને સંસ્મરણ સાથે.”
શ્રી પૂં મોરારી બાપુ
૦૮/૧૧/૨૦૧૪
“પુસ્તક પ્રતિભાવ સ્પર્ધાના વિજેતાઓના પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પ્રસંગે હાજર રહેવાનું અને પુસ્તકાલયના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. કોલેજમાં અભ્યાસ કરતો ત્યારની લેંગ લાઈબ્રેરી અને આજની લેંગ લાઈબ્રેરી વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળ્યો. પુસ્તકાલયનું સંચાલન કરનારા સૌને વંદન સાથે અભિનંદન.”
શ્રી શૈલેશ સગપરીયા
૦૫/૦૧/૨૦૧૮
“Was delighted to see several hard to find books which I myself was looking far for write some time .libraries like these are institutions which hold communities across generation together by serving as memories of by some eras.
I feel fortunate for having visited this temple of knowledge& wish that this institution will continue to flourish for centuries to come.”