
લેંગ બાલ પુસ્તકાલય
લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત બાલ પુસ્તકાલયની શરૂઆત તા. 15/07/2009ના રોજ કરવામાં આવી. આ બાલ પુસ્તકાલય રૂ.10 જેવી નજીવી
માસિક સભ્ય ફી લઈ શરૂઆત કરવામા આવેલ હતી બાલ પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાના પુસ્તકો સી. ડી., ડી. વી. ડી.,
રમત ગમતના સાધનો, મેગેઝીનો વગેરે ઉપલબ્ધ છે. આજના કોમ્પ્યુટર યુગમાં બાળકો વાંચન તરફ વળે અને લાયબ્રેરી માટે બાળકોમાં ઉત્સાહ
વધે તેવા પ્રયત્નો બાલ પુસ્તકાલાય દ્વારા કરવામાં આવે છે. બાળકોનો વિવિધ ક્ષેત્રે વિકાસ થાય અને દરેક ક્ષેત્રમાં બાળકોનું જ્ઞાન વધે તેવા
કાર્યક્રમો અવાર નવાર બાલ પુસ્તકાલય દ્વારા યોજવામાં આવે છે.
તા. 17/09/2017 ને રવિવારના રોજ લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય તેમજ સુરક્ષા સેતુ, રાજકોટના ઉપક્રમે બાલ - પુસ્તકાલયના વિભાગને સંવર્ધિત કરવામાં આવેલ આ કાર્યક્રમ અંતર્ગત બાલ સાહિત્યના જ્ઞાનવર્ધક પુસ્તકો, મેગેઝીન તેમજ સંબંધિત ડી. વી. ડી. વગેરેની ખરીદી કરવામાં આવેલ. આ બાળ પુસ્તકાલય વિભાગનું રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી ગેહલોત સાહેબના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવેલ.

બાળવાર્તા પારાયણનું આયોજન
લેંગ બાલ પુસ્તકાલય દ્વારા બાળકો માટે ત્રિદિવસીય બાળવાર્તા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું.

બાળવાર્તા પારાયણનું આયોજન
લેંગ બાલ પુસ્તકાલય દ્વારા બાળકો માટે ત્રિદિવસીય બાળવાર્તા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું

બુકમાર્ક તેમજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન
લેંગ બાલ પુસ્તકાલય દ્વારા તા. 28/08/2011 એ બાલ પુસ્તકાલય ના સભ્યો માટે બુકમાર્ક તેમજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાલસભ્યો એ ભાગ લઈ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.

આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન
લેંગ બાલ પુસ્તકાલય દ્વારા તા. 28/08/2011 એ બાલ પુસ્તકાલય ના સભ્યો માટે બુકમાર્ક તેમજ આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બાલસભ્યો એ ભાગ લઈ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.
