<

“… આ અકાળે લુપ્ત થયેલી સર્જન પ્રતિભાની લીલાનો ગુજરાતના સાહિત્ય રસીકો તેમજ સાહિત્યના અભ્યાસીઓ આસ્વાદ કરીને એને જરૂર આવકારે એવા સાચા સર્જક નો અવાજ એમાં સર્વત્ર સંભળાય છે.”

ડો. ભાનુશંકર પંડ્યા ( નવચેતન ઓક્ટો-૮૦)

આ પુસ્તકમાં પ્રાસંગિક સંત સંસ્મરણાત્મક લેખો ઉપરાંત સ્વ. દિનકરભાઇના આત્મા કથનાત્મક લખાણો ‘સમર્પણ,’ ‘આરામ,’ ‘નવચેતન,’ વગેરેમાં પ્રગટ થયેલી વાર્તાઓ લઘુનવલ ‘રહસ્ય’ ધારા નિબંધો ચિંતનાત્મક લખાણો પત્રો અને કાવ્યો વ. આપ્યા છે. યોજકોએ ઉત્સાહ અને મિત્રઋણ મેળવવાની ભાવનાથી કામ કર્યું છે. અને પોતાના એક સાથેનું ઉચિત સાહિત્યિક તર્પણ કર્યું છે.

ડો. રમણલાલ જોશી (અક્ષરની આબોહવામાં જનસત્તા તા. ૧૦/૦૫/૧૯૮૧)

જેણે વેદનાની વહેતી નદીને આજીવન, નસનસત્તા વહેણમાં સમાવી, જેણે વ્યથાને ઘૂંટડે-ઘૂંટડે હસતા મુખની પ્યાલીથી પીધા કરી જેણે પીડાના પારાવારને સ્મિતની છીપમાં મોતીની જેમ ઉછેર્યા કર્યો એવો સર્જક, મોતથી મુઠી ઊંચેરો જવામર્દ આદમી જ પ્રભુને કહી શકે-

"હે પ્રભુ, તારી કૃપા પ્રાપ્ત કરનારાઓનો પ્રેરક આનંદ પણ મારો જ આનંદ બની રહે છે અને ત્યારે તારા નાનકડા નામમાં રહેલી વિરાટતાની એકરૂપતાથી મારું મન ભરાઈ જાય છે અને પછી? કોઈ ફરિયાદ રહેતી નથી.”

-પ્રમોદ સોલંકી (આકાશ વાણીમાં પ્રકાશન પરિચય)

ઇન્દુલાલ ગાંધીની કવિતા

રાજકોટમાં વસતાએ વનસંધ્યાએ પહોંચેલા ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી હયાત હતા ત્યારે તેમના તરફથી આ લાયેબ્રેરીને કેટલીક પ્રવૃત્તિઓમાં સહકાર મળેલો. આ સંસ્થામાં દર બુધવારે રાત્રે ૯ વાગ્યે સુરંગ જ્ઞાનગોષ્ઠી નામના કાર્યક્રમમાં કવિ, વિવેચક, વિધ્વાનો વક્તવ્યો યોજવામાં આવતા તેમાં ઇન્દુભાઇની પ્રેરક હાજરી અવશ્ય રહેતી. સરસ્વતી કૃપાપાત્ર એવા એક શબ્દશિલ્પીને સન્માન્યર્થે રૂપે આ લાઇબ્રેરી રાજકોટની અન્ય સંસ્થાઓ અને નાગરિકોના સહકારથી આ પુસ્તક પ્રકાશન અને તેમને આર્થિક સહાયરૂપે થયેલી અર્પણ વિધિ અને સન્માનનો કાર્યક્રમ ૧૯૮૩ માં યોજેલો. તેમાં જાણીતા કવિ શ્રી હરીન્દ્ર દવે તથા લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર શ્રી હરકિશન મહેતા મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


પ્રસ્તુત પુસ્તકમાં સંપાદક ડોક્ટર બળવંત જાનીએ કવિશ્રી ના 10 જેટલા કાવ્ય સંગ્રહો અને દોઢેક હજાર જેટલી અપ્રગટ રચનાઓમાંથી કાવ્ય તત્વોની દ્રષ્ટિએ બળુકી હોય તેવી અને કેટલીક તેમની અત્યંત લોકપ્રિય તથા પ્રતિનિધિરૂપ નીવડી હોય તેવી કુલ 68 કવિતાઓ પસંદ કરી છે. આ કવિતા વિષયે તેઓએ અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક વિવેચન લેખક પણ તૈયાર કર્યો છે. આ બધું તેમણે સાહિત્યપ્રીત્યર્થે આપ્યું છે.

‘ગાંધીયુગના આ કવિની કવિતામાં ગાંધીવાદી વિચાર પ્રવાહ અને એનાથી મુક્ત એવો સૌંદર્યલક્ષી શુદ્ર કવિતાનો પ્રવાહ એકસાથે દ્રષ્ટીગોચર થાય છે. એક યુગની આબોહવામાં એ યુગની તાસીરને અનુકૂળ કવિતાસર્જનની સાથોસાથ શુદ્ધ સૌંદર્યલક્ષી કવિતાનું સર્જન પણ ઈન્દુલાલ ગાંધીએ કર્યું છે. એક કવિ તરીકેની તેમની આ વિશિષ્ટતા ગણાય.’

આધુનિક કાવ્ય વિવેચન-વિભાવનાઓથી કરાયેલ અને ઉછેર પામેલ મારી સૌંદર્યરૂચીને આ કવિની કવિતા કે પદાવલી જો સ્પર્શતી હોય તો એનો અર્થ જ એ કે એમની કવિતામાં અને પદાવલીમાં કંઈક સ્ફુર્તિયુક્ત નિત્યયુવા અને સનાતન એવા ૨ સંસ્થનો તત્વ છે.

-ડો. બળવંત જાની.

ઇન્દુલાલ ગાંધીની કવિતા
સંપાદક : ડો. બળવંત જાની
પ્રકાશક : લેંગ લાઈબ્રેરી, જયુબેલી બાગ, રાજકોટ.
JYAUBAELAi BAAGA,RAJKOT.


નિરંતરા

સવાશતાબ્દી સ્મૃતિ ગ્રંથ-૧ નું વિમોચન ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતી શારદા બહેન મૂર્ખના હસ્તે તારીખ ૧૪/૧૧/૮૧ ના રોજ થયું હતું. નિરંતરા નામકરણ સંસ્કૃતના વિદ્રાન જયાનંદભાઈ દવેએ સૂચવ્યું હતું. મુખપૃષ્ઠ ચિંત્રાકન કુ. ગીતાબહેન બળવંતભાઈ જોશીએ કરી આપ્યું હતું. હાલમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે. નિરંતરા-૨ નિરંતરા-૩


૨૦૦૧ના પ્રલયકારી ભૂકંપને લીધે ક્ષતિગ્રસ્ત થયેલ લાઇબ્રેરી ભવન અને આધુનિકરણ કરવા સંકલ્પ બદ્ધ પ્રમુખશ્રી જે.વી. શેઠિયાએ સમાજ અને સરકારને દાન આપવાની અપીલ કરી હતી. ભંડોળ ભેગુ કરવા કટિબદ્ધ સંસ્થાની માહિતી આપતો ગ્રંથ.

ભૂકંપનો ભય ત્યાગીને પુનરુત્થાન કરીએ. અંધકારમાંથી નીકળીને ઉજાસ તરફ જવાનું છે. આ ગ્રંથનું વિમોચન તારીખ ૧૫/૦૪/૨૦૦૧ ના રોજ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ કવિશ્રી રમેશ પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉમદા વિચારો અને જ્ઞાનના પ્રચાર-પ્રસાર દ્વારા સમાજને શિક્ષિત બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહેલ લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલય તેની સ્થાપનાનાં ૧૫૦ વર્ષ એટલે કે દોઢ સેકો પૂરો કરે છે એ કાંઈ નાની-સુની વાત નથી. આ અવસર એ પ્રસિદ્ધ થઈ રહેલ સ્મૃતિગ્રંથ “નિરંતરા-૩” પણ એક કિંમતી દસ્તાવેજ બની રહેશે. આ ગ્રંથનું સંપાદક શ્રી રમણીકભાઈ પીઠડીયા એ કરેલ.

લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણીયાર પુસ્તકાલયને ૧૬૫ પૂર્ણ થતા લાઇબ્રેરી દ્વારા વિવિધા પ્રકાશિત કરવામાં આવેલ જેમાં લેખકોના વિવિધ વિષય પરના લેખો પ્રકાશિત કરવામાં આવેલ તથા લાઇબ્રેરીની માહિતી પ્રકાશિત કરવામાં આવેલ.